ટંકારા : ટંકારા જીઈબી ના ઈજનેર મનસુરી ને માદરે વતન વડોદરા બદલી થતા વિદાય સાથે સન્માન સમારંભ યોજાયો હતો.રાજકીય જગત ની મોટી મોટી હસ્તી અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઇજનેરને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. શાંત સ્વભાવ અને કર્મનિષ્ઠ ઈજનેર તરીકે આગવી ઓળખ ધરાવતા પિ. જી. વિ. સી. એલ. ના મનસુરી સાહેબ ને તેમના વતન વડોદરા ખાતે બદલી થતા ટંકારા ના લખધીરગઢ ખાતે વિદાય અને સન્માનિત કરવા માટે સુદર આયોજન કર્યું હતું। આ આયોજન ની ખાસિયત એ છે કે આ સમગ્ર આયોજન વિજ જોડાણ માટે આવેલા અરજદારો એ મિઠા આવકાર થી થયેલા ગાઢ સંબંધ ક્યારેય ન ભલે એવા સહયોગ દ્વારા કાયમ થયેલા સંબંધો વાળા મિત્રો એ કર્યુ હતું. ગત વર્ષે ટંકારામાં થયેલા ભારે વરસાદ બાદ ખાના ખરાબી મા તાત્કાલિક અસરથી હેલ્પરો સાથે ખડે પગે રહી વિજ પુરવઠા ને પુર્વ રત કરવા માટે સરકારે સન્માનિત કરેલા કર્મચારીની વિદાયથી કચેરીના અન્ય કર્મચારીઓની આંખો ભીની થઇ ગઈ હતી. આ તકે વાધજી બોડા. ધુવકુમાર જાડેજા તાલુકા પંચાયત ના કારોબારી ભુપત ગોધાણી જગુભાઈ દેશી સહીત તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.