ટંકારા : ટંકારા નજીક ટ્રક હડફેટે રોડ ક્રોસ કરતા વૃદ્ધને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાની મઠવાળી શેરીમાં રહેતા અબુભાઇ અલારખાભાઇ માડકીયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગત તા. ૨૭ ડિસેમ્બરના સાંજના આશરે સવા પાંચેક વાગ્યે ટંકારાના ખીજડીયા ચોકડી પાસે પોતાની વાડીએ જવા માટે ધીમે ધીમે રોડ ક્રોસ કરતા હતા. ત્યારે મોરબી તરફથી આવતો એક અશોક લેલન ટ્રક નંબર- જી.જે.૧૨ બી.ટી.૯૩૫૩ ના ચાલકે પોતાનો ટ્રક ફુલ સ્પીડમાં ચલાવી ફરી સાથે ભટકાડી એકસીડન્ટ કરી પોતાનો ટ્રક લઇ નાસી જઇ ફરીને જમણા પગના પંજાથી આશરે છ એક ઇચ જેટલો ઉપર પગ કાપવો પડે તેવી ગંભીર ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે વૃદ્ધે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.