ટંકારા જબલપુરના પાટીયા પાસે રીક્ષા અથડાતા રીક્ષા ચાલકના પત્નીને હાથ પગમાં તેમજ માથાના ભાગમાં ગંભીર ઈજા થતા સારવાર અર્થે જામનગર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવની ફરિયાદ ગઈ કાલે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધણી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આમદભાઈ હારૂનભાઈ કમોરા (ઉ.૬૦) રહે. જામનગર જીલ્લાના જોડિયા ગામે તે તા.૩૦ જુલાઈના રોજ પત્ની જમ્મુબેન અને છોકરા સાથે રાજકોટથી જૂની રીક્ષા નં.GJ3BT1235 લઈને મોરબી ગેબલસાપીરના દર્શનાર્થે જતા હતા. તે દરમિયાન જબલપુર પાટીયા પાસે પુરપાટ ઝડપે આવતી બીજી રીક્ષા નં.GJ3AX4085 એ પાછળથી ફરિયાદીની રિક્ષાને ઠોકર મારતા પડી ગઈ હતી. જેમાં જમ્મુબેનને હાથ પગ અને માથાના ભાગમાં ઈજા પહોચતા સારવાર અર્થે જામનગર સરકારી હોસ્પીટલમાં ખસેડાયા