ટંકારા પાસે રાજકોટ મોરબી રોડ પર છાપાભરેલી કુઝર બંધ ટ્રક પાછળ ધુસી જતા કુઝરમા મુસાફરી કરતા બે આદીવાસી મજુર ધાયલ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ ખસેડ્યા હતાં અકસ્માત સર્જાયો ત્યારે ધીમી ધારે વરસાદ પણ શરૂ હતો. રાજકોટ મોરબી રોડ પર ખોડિયાર મંદિર પાસે એક બંધ પડેલ ટ્રક પાછળ રાજકોટથી છાપા ભરીને મોરબી તરફ આવતી કુઝર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા મજુરી કામ માટે આવેલા બે આદીવાસીને ઈજા પહોંચી હતી અને ઘાયલને ૧૦૮ એમ્બ્યુલન્સના પાયલોટ રાજુ દુબરીયા તાકિદે પહોંચી રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જોકે ડ્રાઈવરને ક્યાય પણ ઈજા નથી એવુ જાણવા મળ્યું હતું. અકસ્માત સર્જાયો ત્યારે ધીમી ગતિએ વરસાદ થયો હતો જેથી આ ધટના ધટી હોય તેવી ચર્ચા છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='6277,6278,6279']