ટંકારા હાઇવે રોડ ઉપર યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ ત્રણ જુદા જુદા અકસ્માતના બનાવમા બેના મોત નિપજ્યા છે અને એક ધાયલ વ્યક્તિને મોરબી ખસેડ્યા છે. બનાવ ની મળતી વિગતો અનુસાર આજે ઢળતી સાંજે રાજકોટ મોરબી રોડ પર હરબટીયાળી પાસે બાઈક ને અજાણ્યા વાહનની ટક્કર મારતાં રાજકોટ ના તળપદા કોરી હર્ષદ અમુભાઈ જાદવ નુ મોત થયું છે જ્યારે તેમના પત્ની ને સામાન્ય ઈજા પહોંચી હતી.મિત્ર ને ત્યાં પુત્ર નો જન્મ થયો હોય જબલુ આપવા જતા હતા ત્યારે મોત ને ભેટયા હતા. જયારે બિજા બનાવ મા નેકનામ ગામના જુવાન જોધ લાલજી જીવા ખાણ લેવા બાઈક લઈને જતા હતા ત્યારે હેન્ડલ પર કાબુ ગુમાવતા લાઈટ ના થાભલ સાથે ધડાકા ભેર બાઇક અથડાતા મોત થયું હતું. જ્યારે અકસ્માતના ત્રીજા બનાવમા ખેતરે થી કામ આટોપી ધરે આવી રહેલ ધરતી પુત્ર જગદીશભાઈ સવજી દુબરીયા નુ બાઈક અમરાપર રોડ પર સ્લીપ થતાં પગના ભાગે ઇજા થઇ હતી અને 108 એમ્બ્યુલન્સ દ્વારા મોરબી ખસેડ્યા છે હાલ તેમની તબિયત સારી હોવાનું રાજુ પાઈલોટ એ જણાવ્યું હતું.