ટંકારા : ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસ વિભાગના લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટરી માટે ઓનલાઇન ઇન્ટરવ્યૂ લેવાયેલ. તેમાં ગુજરાતના મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના એડવોકેટ અને હિમાલય ટુર્સ & ટ્રાવેલર્ષ વારા કૌશિક બારૈયાના ભાઈ મુકેશભાઈ વેલજીભાઈ બારૈયાની નિમણૂક કરાયેલ છે. કુલ 111 ઉમેદવારોમાંથી મોરબી જિલ્લામાં 3 ની નોટરી તરીકે નિમણૂક કરાયેલ છે. આ સફળતા બદલ ટંકારા બાર એસોસિએશન આગેવાનોએ મુકેશભાઈ બારૈયાને અભિનંદન આપેલ છે.