એકપક્ષના 12 આરોપીઓની ધરપકડ કરી પણ બીજાપક્ષના એકપણ વ્યક્તિની હજુસુધી ધરપકડ ન થતા પોલીસ પર માછલાં ધોવાયા ટંકારા: ટંકારામા થયેલી જૂથ અથડામણના બનાવમાં એક વૃદ્ધનું મોત નિપજ્યા બાદ બનાવ હત્યામાં પલટાયો છે.ત્યારે સ્થાનીક પોલીસ એક પક્ષ પ્રત્યે ઢીલી નીતિ દાખવાતી હોવાનો આક્ષેપ થયો છે.જેમાં આ બનાવમાં એક પક્ષના 12 આરોપીઓની ધરપકડ કરાઈ પરંતુ સામાપક્ષે એકપણ આરોપીની ધરપકડ ન થતા પોલીસની કાર્યવાહી મામલે ભારે માછલાં ધોવાયા છે. ટંકારમાં બે જૂથ વચ્ચેના અથડામણમા કુલ ૩૧ શખસો સામે ગુનો નોંધાયો હતો.જે પૈકી ૧૨ આરોપી જેલ હવાલે છે,જ્યારે રાજકોટ સારવારમાં રહેલા ગંભીર ઇજાગ્રસ્ત વૃદ્ધનું ગઈકાલે મોત નીપજ્યું છે, ૬ આરોપી હજુ સારવાર હેઠળ છે જ્યારે ૧૨ જેટલા આરોપીઓ પોલીસ પકડથી દુર નાસતા ફરે છે. આવા સંજોગોમાં પોલીસ પર એક તરફી કાર્યવાહીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર થોડા સમય પહેલા ટંકારામા છેડતીના મામલે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં બંને પક્ષે સાત શખ્સો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં રાજકોટ ખાતે સારવારમા રહેલ ઇજાગ્રસ્તો પૈકીના જૈફ વયના વૃધ્ધ સુલેમાન મુસાભાઈ સમાનુ મંગળવારે સવારે સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેથી ૩૦૨ની કલમ નો ઉમેરો થયો છે. આ બનાવમાં ૧૨ જેટલા આરોપીઓને પકડીને પોલીસે જેલ હવાલે કરી દીધા છે. પરંતુ સામે પક્ષે હજુ એક પણ આરોપીની ધરપકડ ન થતા પોલીસ કામગીરી સામે સવાલ ઉભા કરાઈ રહ્યા છે. ટંકારામા થયેલી જુથ અથડામણમા બંને પક્ષની ફરીયાદ બાદ કુલ ૩૧ ઈસમ સામે ગુન્હો દાખલ થયો હતો. જેમા, એક જુથના સલીમ અલાણાભાઇ સંઘી, અલ્તાફ ગફારભાઇ નાયક, જુમાભાઇ હાસમભાઇ સુમરાણી, યાસીન કાસમભાઇ ભુંગર, સીંકદર મામદભાઇ સુમરાણી, રફીક મામદભાઇ સુમરાણી, હારૂનભાઇ જુમાભાઇ નાયક, ગફારભાઇ જુમાભાઇ નાયક, જાવેદ ઇબ્રાહિમ નાયક, ઇમરાન ઇબ્રાહિમભાઇ સંઘી, કાસમ જીવાભાઈ નાયક, અબ્દુલ મહેબૂબ કૈડાની ટંકારા પોલીસે જે તે સમયે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જયારે બાકીનાની ધરપકડ બાકી છે. જે હવે ક્યા સુધી ભાગતા ફરે છે તે જોવુ રહ્યું. નાસતા ફરતા આરોપીમાં ટંકારાના ઉપસરપંચ સલિમ પણ સામેલ છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en