ટંકારા : ટંકારાના ધ્રુવનગર પાસે રીક્ષા નાલામા ખાબકી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં ૩ થી ૪ મુસાફરોને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ આજે ટંકારાના ધ્રુવનગર નજીક બારનાળા તરીકે ઓળખાતા નાલામાં રીક્ષા ખાબકી હતી. જો કે આ રોડનું કામ ચાલતું હોય, વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. આ રોડના કામના કારણે આજે વધુ એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ૩ થી ૪ પેસેન્જરોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઇજાગ્રસ્ત પેસેન્જરોને ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en