ટંકારા : ગત તા. 24ના રોજ ટંકારામાં ટંકારા આર્યસમાજના અગ્રણી સ્વ. હસમુખરાય પરમારની પ્રથમ પુણ્યતિથિ હતી. ત્યારે તેઓને ટંકારાવાસીઓ દ્વારા સાર્થક શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આર્યસમાજના અગ્રણી સ્વ. હસમુખરાય ધરમશીભાઈ પરમારની પ્રથમ પુણ્યતિથિ નિમિતે ટંકારાના વિવિધ વિસ્તારોમાં રહેતા 100થી વધુ લોકોએ ઘરે યજ્ઞ કર્યો હતો. તેમજ યજ્ઞકર્તા પરિવારના ઘર પર ઓમધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ઉપરાંત, ટંકારાના આર્યસમાજ મંદિર દ્વારા ઓનલાઇન શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ, મુંબઈ, રાજકોટથી આર્યસમાજના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સદગતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન 'પ્રેરક જીવન' સદગતના સ્મરણાંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સ્વ. હસમુખરાય પરમારની યાદમાં રૂ. 10 લાખનો 'અગ્નિ હોત્ર રથ' બનાવવામાં આવ્યો છે. સ્વ. હસમુખરાય પરમારની શ્રદ્ધાંજલિ સભામાં તેમના સેવા કાર્યો સહીત જીવનનું વર્ણન કરવામાં આવ્યું હતું.