મોરબી : 66- ટંકારા વિધાનસભા બેઠક ઉપર આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલનાર છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક ઉપર સીરામીક ટ્રેડિંગનો ધંધો કરતા પાટીદાર ઉમેદવાર સંજય ભટાસણાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ધોરણ-9 સુધી અભ્યાસ કરનાર સંજય ભટાસણા 2.39 કરોડની સ્થાવર,જંગમ મિલ્કત ધરાવે છે અને તેમની પાસે એક ઇનોવા કાર છે કુલ મળી તેમના ઉપર 2.21 કરોડની લોન બોલે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય ભટાસણાએ સોગંદનામામાં જાહેર કરેલી વિગતો નીચે મુજબ છે. સંજય ભટાસણા ( આમ આદમી પાર્ટી ) અભ્યાસ : ધોરણ-9 પાસ ધંધો : સીરામીક ટ્રેડિંગ સ્થાવર મિલ્કત : 9,73,000 પત્ની : 9,25,000 જંગમ મિલ્કત : 1,84,54,176 - પત્ની : 35,43,063 હાથ ઉપર રોકડ : 45,000 - પત્ની : 35,888 આવકવેરો : 4,80,150 - પત્ની : 4,76,000 લોન : 1,96,95,205 - પત્ની :24,89,406 કાર : ઇનોવા- 21 લાખ સોનુ : પોતે- 20 ગ્રામ પત્ની -100 ગ્રામ