ટંકારા : ટંકારા તાલુકાના નેસડા ગામે ખેતરમાં મજૂરીકામ કરતો યુવક કુવામાં પડી જતા મોતને ભેટ્યો હતો. આ બનાવ અંગે નોંધ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ટંકારાનાં નેસડા ગામમાં વિજયભાઈ ભાડજાની વાડીમાં ખેતમજૂરી કરતો મૂળ મધ્યપ્રદેશનો યુવાન બનીસિંગ ચૌહાણ(ઉ.વ. 28) વાડીનાં કુવાની પાળ પર બેઠો હતો. એ સમયે અકસ્માતે આ યુવાન કુવામાં પડી જતા તેનુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે તેનાં મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne