ટંકારા : ટંકારામાં એક કારખાનાની ઓરડીમાં એક યુવકે આપઘાત કર્યો છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ટંકારામાં લજાઇ ચોકડી પાસે એમ. પી. પેકેજ કારખાનાની ઓરડીમાં રહેતા ભરતભાઇ રણછોડભાઇ લકુમ (ઉ.વ. 35)એ ગઈકાલે તા. 16ના રોજ બપોરના ચારેક વાગ્યાના અરસામાં કંપનીના પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.