ટંકારા : ટંકારા તાલુકામાં ઓરી રૂબેલા રસીકરણની ૧૦૦ ટકા કામગીરી કરનાર તાલુકાના ૧૨ શાળાઓના આચાર્યોનું આજે ટીડીઓ અને મામલતદારના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાં ઓરી અને રસીકરણ ઝુંબેશ અંતર્ગત ટંકારા તાલુકાની શાળામાં ખુબજ સુંદર કામગીરી કરવામાં આવી હતી જેમાં ૧૦૦ ટકા કામગીરી કરનાર તાલુકાની ૧૨ શાળાના આચાર્યનું આજે ટંકારા તાલુકા પંચાયત ખાતે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં આજે યોજાયેલ આ કાર્યક્રમમાં ટંકારા તાલુકામાં રસીકરણની ૧૦૦ ટકા કામગીરી કરનાર જયનગર, સરાયા, જબલપુર, નેસડા ( ખા ), હડમતીયા કુમારશાળા, રામનગર, પ્રભુનગર, અમૃતમ વિદ્યાલય મિતાણા, હમીરપર, નેકનામ કુમારશાળા, રોહિશાળા અને ભૂતકોટડા પ્રાથમિક શાળાના આચાર્યોને પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ટીઓઇઓ, સીડીપીઓ, સહિતના હાજર રહ્યા હતા.