ટંકારા : ટંકારાની ઓમ વિદ્યાલયના છાત્રો જિલ્લા કક્ષાની યોગસનની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવ્યા છે. હવે આ છાત્રો રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લેવા જશે. ટંકારાની ઓમ વિદ્યાલયે રમત- ગમતમાં તાલુકા કક્ષા બાદ હવે જિલ્લા કક્ષાએ દબદબો જાળવી રાખ્યો છે. કોચ રાજદીપભાઈ છૈયાના માર્ગદર્શન હેઠળ શાળાના છાત્રોએ અંડર-૧૯ યોગાસનમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. હવે આ ટીમ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે. કોચ તથા સર્વે વિદ્યાર્થીઓને સંચાલક યોગેશભાઈ ઘેટિયા અને આચાર્ય ટી. કે. પાડલીયાએ અભિનંદન પાઠવ્યા હતા. સાથે રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરી પ્રથમ નંબર મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી.