અનુસૂચિત જાતિના યુવકને ઢોર માર મારવામાં આવતા એસ્ટ્રોસિટી એક્ટ અન્વયે ત્રણ સામે ફરિયાદ ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે યુવાન સ્કૂલમાં નાખવામાં આવેલી પાઇપલાઇન જોવા જતા ત્રણ શખ્સોએ ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે હડધૂત કરતા ત્રણેય શખસો વિરુદ્ધ એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોંધાયો છે. જાણવા મળ્યા મુજબ ટંકારાના ઓટાળામાં રહેતા સુરેશભાઈ નથુભાઈ પરમાર નામનો યુવાન સ્કૂલમાં નાખવામાં આવેલી પાઇપ લાઈન જોવા જતા કરમશી ભીમજી પટેલ, દિપક કરમશીભાઈ અને દલપત હરીભાઈ નામના શખ્સોએ અહીં કેમ આવ્યો કહી જાતિ પ્રત્યે હડધૂત કરી લોખંડના પાઇપ વડે બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત યુવનને સારવારમાં ખસેડાયો છે. બીજી તરફ ઇજાગ્રસ્ત યુવાને હોસ્પિટલના બિછાનેથી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો છે અને આ મામલે ડીવાયએસપી બન્નો જોશીએ તપાસનો દૌર સાંભળ્યો છે.