રેલી, હથિયાર નુ પ્રદર્શન સ્ટેશન ની કામગીરી થી બાળ છાત્રો અને મહિલા ને વાકેફ કર્યા ટંકારા : ટંકારા પોલીસ મથકના ફોજદાર એમ બી ચૌધરી ની અધ્યક્ષતા માં મહિલા સશક્તિકરણ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે સવારે ટંકારા ખાતે સુરક્ષા સેતુ સોસાયટીના સ્ટુડન્ટ અને પોલીસ કેડેટ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે ટંકારાના રાજમાર્ગો પર ફરી મહિલા જાગૃતિ લાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા આ ઉપરાંત દરેક બાળ છાત્રો અને મહિલાઓને સ્વરક્ષણની તાલીમ પોલીસ સ્ટેશનની કામગીરીથી વાકેફ કર્યા હતા અંતમાં નાસ્તો કરીને બધા છૂટા પડ્યા હતા પરંતુ સમગ્ર કાર્યક્રમમાં મહિલા જાગૃતિ માટે વાત કરનાર કે સંસ્થાકિય લોકો ની નિરસતા જોવા મળી હતી જે પોતાની જાગૃતતા નો પણ અભાવ દેખાયો કહેવાય અને માત્ર પોલિસે એકલા હાથે આ જાગૃતિ રેલી યોજી હતી જેમા ટાફીક શાખા ના એ. જે. રાઠોડ રાઈટર હેડ દેવાયતભાઈ. મહિલા પોલીસ ના રેખાબેન. પ્રવિણભાઈ મેવા સહિત હાજર રહ્યા હતા.