ટંકારા : ટંકારામાં સમસ્ત લોહાણા મહાજન અને લોહાણા મહાજનની યુવા પાંખના સયુંકત ઉપક્રમે આવતીકાલે રવિવારના રોજ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારાની લોહાણા મહાજન વાડી ખાતે આવતીકાલે તા. ૧૫ને રવિવારના રોજ સાંજે ૪ થી ૮ દરમિયાન સરસ્વતી સન્માન સમારોહ યોજાનાર છે. જેમાં લોહાણા સમાજના ધો. ૧ થી ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જ્ઞાતિજનોને સમસ્ત લોહાણા સમાજ અને લોહાણા સમાજની યુવા પાંખ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.