ટંકારા : ટંકારાના ખીજડિયા ચોકડી નજીક નર્મદાની લાઈનમાં લીકેજ રીપેરીંગ કરવામાં ન આવતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, એક તરફ ગામડે પાણી મળતુ નથી ત્યારે આ રિતે પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. વેહલી સવારથી પાઈપમાં લિકેજ થયા હોવા છતા અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે. મોરબી જિલ્લામાં એક બાજુ પિવાના પાણી માટે પ્રતિદિન સમસ્યા વધી રહી છે તો બીજી બાજુ ટંકારાના ખિજડીયા રોડ પર આવેલા પાણીના વાલ્વમાથી હજારો લીટર પાણી વેડફાઈ જતા જવાબદાર તંત્ર ઊંઘતું ઝડપાયું છે આ વાલ માથી નાના મોટા ખિજડીયા. ધુનડા ખાનપર. મેધપર ઝાલા જેવા ગામડામાં પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે આ મુખ્ય વાલ આ રીતે લિકેજ થઈ જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. વર્તમાન સરકાર એક બાજુ પાણી બજાવવા મોટી મોટી વાતો કરે છે તો બીજી તરફ સરકારના જ અધિકારીઓ આ અંગે અજાણ્યા હોવાનો ડોળ કરી રહ્યા હોવાનું સામે આવ્યુ છે, આ વાલ ખરેખર ખુલ્લી ગયો છે કે તેને ખોલવામાં આવ્યો છે તે પણ એક સવાલ છે. ત્યારે પાણી પુરવઠા તંત્ર આ બાબતે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.