ટંકારા 108ની કામગીરીને લોકોએ થાળીઓ અને તાળીઓ વગાડીને વધાવી ટંકારા : જનતા કરફ્યુ દરમિયાન એક પ્રસૂતાને અચાનક પીડા ઉપડતા ટંકારા 108ની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તુરંત પ્રસૂતાને હોસ્પિટલમાં ખસેડી હતી અને પ્રસૂતાની સફળ ડિલિવરી થતા તેને જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. કોરોના વાયરસને લઈને આજે સમગ્ર દેશમાં જનતા કરફ્યુ લાગુ હતો. જેના લીધે બજારો અને રસ્તાઓ સુમસામ બન્યા હતા. આ દરમિયાન પડધરી તાલુકાના ખાખળાબેલા-6 ગામમાં રહેતા છેલુબેન ભુર્યા નામની એક પ્રસૂતાને અચાનક પીડા ઉપડી હતી. જેથી તેના પરિવારે 108નો સંપર્ક કર્યો હતો. પડધરી 108 અન્ય જગ્યાએ વ્યસ્ત હોય ટંકારા 107ના પાયલોટ છલુભાઈ અને તેમની સાથે રૂબિયાબેન તુરંત જ ઘટના સ્થળે 108 મારફતે દોડી ગયા હતા. અને પ્રસૂતાને પડધરી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તેને જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. ટંકારા 108ની આ ઝડપી કામગીરીને લોકોએ થાળીઓ અને તાલીઓ વગાડીને વધાવી હતી.