પાણી પ્રશ્નની હૈયાવરાળ લોકો એવીએમ મશીન પર ઠાલવે તેવી પરિસ્થિતિ ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ, હડમતિયા અને ધ્રૃવનગરમાં ભરઉનાળે પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની છે. ત્રણ ગામને પાણી પુરુ પાડતી મેઈન લાઈન જ રાજકોટ નેશનલ હાઈવેનું કામ ચાલતુ હોવાથી લાઈન કટ થઈ જતા અને બુધવારના વિજકાપથી થોડાઘણા બોરવેલના પાણી પણ પશુઅોને ન મળતા રીતસરના અબોલ પશુઅો પણ ભાંભરડા નાખી ગયા છે. ગામડાઅોની ગૃહિણીઅો તો આગામી ચુંટણીને ધ્યાનમા રાખીને હૈયાવરાળ ઈવીઅેમ પર ઠાલવે તો ના નહી. ગામડાઅોમા વસતા આદિવાસી ખેતમજુરોને તો પાણીનું ટીપું પણ દોહ્યલુ બની ગયું હોય તેમ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. સરકારી સ્કુલોમાં બાળકો માટે તેમજ મધ્યાહનભોજન માટે વપરાતા પાણીની સમસ્યા વિકરાળ બની ગઈ છે. આ બાબતે હડમતિયા ગામના સરપંચ સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યુ હતું કે.આ પ્રશ્ન છેલ્લા પાંચ-છ દિવસથી સર્જાયો છે પણ કોઈ પાણી પુરવઠાતંત્રના અધિકારીઅો આજસુધી ફર્કયા પણ નથી. ત્યારે પાણીપુરવઠા બોર્ડે આ ગંભીર પાણીની સમસ્યાને તત્કાલિન હલ કરે તેવી લોકમાગણી ઉઠી છે. હાલ તો આપણા રાજકિય આગેવાનો, ધારાસભ્ય,સાંસદ, પક્ષ કે વિપક્ષ તો પોતાના જ કામમાં વ્યસ્ત હોઈ તેમ લાગી રહ્યું છે. પણ આ અબોલ પશુઅો અને માનવ સમાજ પર રહેમ રાખી વહેલી તકે પાણી પુરવઠો રાબેતા મુજબ ચાલુ થાય તેવી પાણી પુરવઠા બોર્ડને નમ્ર અરજ સામાજિક તેમજ જાગૃત નાગરીક રમેશભાઈ ઠાકોર કરી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news