પાટીદાર - દલિતો બખડયા મામલો ટંકારા પોલીસ મથકે ટંકારા : ટંકારા ના લખધીરગઢ ગામે વોલીબોલ રમતા પાટીદાર યુવાનો એ દલીત યુવાન સાથે અભદ્ર વ્યવહાર કરી માર માર્યો હોવાની ફરીયાદ ટંકારા પોલીસ મથકે નોંધાઈ છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ વોલીબોલ તાપણું કરી બેઠેલા યુવાનો પાસે પડતાં ઉશ્કેરાયેલા યુવાનો સાથે માથા કુટ થઈ હતી અને આ મામલે રાજકીય નેતાઓ પણ સમાધાન માટે દોડયા હતા અંતે વિધીવત ફરિયાદ કરવામાં આવી છે. વધુમાં ટંકારા ના લખધીરગઠ ગામે રહેતા હસમુખભાઇ ડાહ્યાભાઈ સૌલંકી એ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે અમો તાપણું કરી બેઠા હતા ત્યારે સરકારી નિશાળના પટમા રમતા યુવાનોનો દડો તાપણા પાસે પડ્યા પછી પાછો દેવાની રકઝક બાદ મામલો બિચક્યો હતો અને પાટીદાર યુવાનોએ જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકાપાટુંનો માર માર્યોની ફરિયાદ નોંધાવી છે. જેમા હર્ષદ નારણભાઈ ઢેઢી, પ્રમોદ દિનેશભાઇ પનારા, ભાવેશ જૈન્તિભાઈ ફેફર. અમરશી મોહનભાઇ ચૌધરી, બિપીન અમરશિભાઈ ચૌધરી, જીજ્ઞેસ સવજીભાઈ ફેફર, રાજેશ સવજીભાઈ ફેફર, જૈન્તિ ધરમશીભાઈ ફેફર, દિનેશ નારણભાઈ પનારા, જીવરાજ મોહનભાઈ ચૌધરી એમ ૧૦ લોકો વિરૂધ્ધ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે