જવેલરી બ્રાન્ડમાં ખ્યાતનામ એવો તનિષ્કનો શો રૂમ તકેદારીના ખાસ પગલાં સાથે કાર્યરત 'ગોલ્ડ સ્ટાન્ડર્ડ' સેફટી સાથે લોન્ચિંગ: સંપૂર્ણ સુરક્ષીત હોવાની પાત્રતા કસોટીમાં સ્ટોર ઉત્તીર્ણ (પ્રમોશનલ આર્ટિકલ)મોરબી : જવેલરી બ્રાન્ડમાં ખ્યાતનામ એવો તનિષ્કનો શો રૂમ તકેદારીના ખાસ પગલાં સાથે કાર્યરત થયો છે. આ પૂર્વે શોરૂમ દ્વારા સંપૂર્ણ સુરક્ષિત હોવાની પાત્રતા કસોટી પણ પાસ કરી છે. બીજી બાજુ સલામતીના ભાગરૂપે તનિષ્ક દ્વારા 'ગોલ્ડ સ્ટાન્ડર્ડ' સેફટી બુકનું લોન્ચિંગ પણ કર્યું છે. મોરબીના શનાળા રોડ ઉપર રામ ચોકમાં બ્લુ કલબ પાસે કોટક મહેન્દ્રા બેંક સામે આવેલ તનિષ્કનો શો રૂમ વિવિધ પ્રકારના તકેદારીના પગલાં સાથે ગ્રાહકો માટે ફરી કાર્યરત થઈ ગયો છે. જેમાં એન્ટ્રન્સ, જવેલરી કાઉન્ટર, વેઇટિંગ લૉન્જ, વોશરૂમ, બીલિંગ કાઉન્ટર, કારીગર રૂમ વગેરે ઉપર સલામતીના અનેક પગલાં લેવાયા છે. સ્ટોરમાં સ્ટાફ ત્રણ ટ્રેનિંગ સેશનમાંથી પસાર થયો છે. અને ગ્રાહકોને સેવા આપવા માટે સર્ટિફાઇડ છે. સ્ટાફ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. અને કોન્ટેક્ટ્લેસ શોપીંગમાં ગ્રાહકોને મદદરૂપ થાય છે. તનિષ્ક દ્વારા ડિજિટલ પેમેન્ટ વિકલ્પોને પ્રોત્સાહન આપવામાં આવે છે. જો ગ્રાહક રોકડમાં ખરીદી કરવા ઈચ્છે તો રોકડ બોક્ષની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે ગ્લોવ્સ અને માસ્ક ફરજીયાત રાખવામાં આવ્યું છે. ઉપરાંત દરેક ક્રેડીટ કાર્ડનું સેનેટાઇઝેશમ પણ થાય છે. ટાઈટન ઇન્ડિયા લિમિટેડના જવેલરી ડિવિઝનના સીઈઓ અજોય ચાવલા જણાવે છે કે જવેલરીની ખરીદી કોઈ પણ ગ્રાહક માટે આનંદની ક્ષણ હોય છે. અમે ગ્રાહકને આવકાર આપવા છતા સલામત, સ્વચ્છ રીતે તેમની સાથે એ ક્ષણનો ભાગ બનવા ઈચ્છીએ છીએ. સલામતી અને સ્વચ્છતા પર ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડની ડિઝાઈન સ્ટોરમાં ગ્રાહકો અને કર્મચારીઓની સલામતી જળવાઈ રહે એવી બનાવવામાં આવી છે. આ પ્રક્રિયામાં વિગતવાર પ્રક્રિયાઓ, ચકાસણીઓ સામેલ કરવામાં આવી છે. અમારા કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી છે. અમે તબક્કાવાર અમારા સ્ટોરને ખોલ્યા છે. દરેક સ્ટોરમાં કામગીરી શરૂ કરતા પહેલા પાત્રતાની કસોટીમાંથી પસાર થવું પડ્યું હતું. એનાથી સુનિશ્ચિત થયું છે કે દરેક સ્ટોર એ સ્ટોર, સ્ટાફ અને ગ્રહકોનું મેનેજમેન્ટ કરવા સો ટકા તૈયાર છે. વધુ વિગત માટે ફોન નં. 02822 221222 અથવા મો.નં. 9333722222 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.