ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક્સેસ બાઇક ચાલક પકડાયો છે. આ શખ્સ સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહોબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 25ના રોજ વિરપર ગામમાં જી.આઇ.ડી.સી. વિસ્તારમાં વિરાટ હોટલની પાછળ એક્સેસ મોટરસાઇકલમાં ગેરકાયદેસર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની 5 બોટલો (કી.રૂ. 1875) ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે એક્સેસ અને વિદેશી દારૂની બોટલો સહીત કુલ મુદામાલ રૂ. 41,875નો કબ્જે કર્યો છે. તેમજ એક્સેસચાલક જયદિપસિંહ ઉર્ફે રાજો મહેન્દ્રસિંહ ઝાલાને પકડી પાડવામાં આવ્યો હતો.