ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામેથી ટંકારા પોલીસે બે ચોરાઉ મોટર સાયકલ સાથે એક આરોપીની ધરપકડ કરી વાહન ચોરીના બે બનાવોના ભેદ ઉકેલી નાખ્યા હતા. ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતો સાગર જાગાભાઈ ગોલતરના ફળીયામાંથી બે નંબર પ્લેટ વગરના મો.સા મળી આવતા જે બન્ને મો.સા ની ઇ-ગુજકોપ પોકેટકોપ માધ્યમ થી વાહન નંબર તથા માલીકી અંગે ખરાઈ કરતા મજકુર ઇસમ ના નહી હોવાનુ અને મજકુર ઇસમ પાસે બન્ને મો.સા ના જરૂરી આધાર પુરાવા નહી હોવાનુ જણાવતા મો.સા નં (૧) જોતા લાલ કલરનુ હિરો હોંન્ડા કંપની નુ સ્પ્લેડર પ્લસ મો.સા જેના એન્જીન નંબર HA10EFAHJ84668 તથા ચેચીસ નંબર જોતા MBLHA10EZAHJ95301 તથા જેના રજી નંબર G-J-03-DF 7003 અને જેના માલીક તરીકે અમરશીભાઈ કંસારાના નામે હોહાનુ જણાઈ આવેલ જે મોટરસાયકલની કિંમત રૂપીયા ૨૫૦૦૦/લ ગણી કબ્જે કરેલ અને બાદમાં બીજા કાળા કલરના હિરો કંપનીનુ પ્લેંડર પ્લસ મો.સા જેના એંન્જીન નંબર જોતા HA10EJDHC29985 તથા ચેચીસ નંબર MBLHA10AMDHC55166 તથા રજી નંબર G-J-03-FC-2909 અને જેના માલીક તરીકે પ્રભુભાઈ ધામેચા હોવાનું જોવામા આવેલ જે બન્ને વાહનની કિંમત રૂપિયા ૫૦૦૦૦ગણી ચોરીની શક પડતી મીલકત ગણી સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી ૧૦૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે. બન્ને મોટર સાયકલ અંગે પૂછપરછમાં આજથી બે માસ અગાઉ મોરબીમા માર્કેટયાર્ડ તથા જી.આઈ.ડી.સી નાકા પાસે થી ચોરી કરેલ હોવાની આરોપીએ કબુલાત આપતા આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી તજવીજ કરવામા આવેલ છે આ સફળ કામગીરી ટંકારા પીએસઆઇ એસ.એમ.રાણા તથા સર્વલન્સ સ્કવોડના પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઈ બાર, પો.હે.કોન્સ જીતેંદ્રકુમાર ભાલોડીયા, પો.કોન્સ ખાલીદખાન રફિકખાન, સિધ્ધરાજસિહ ઝાલા, જયવિરસિહ જાડેજા સહિતના પોલીસ સ્ટાફના માણસોએ કરેલ હતી.