ટંકારા : ટંકારા પોલીસ દ્વારા અજાણ્યા મૃતક વૃદ્ધના વારસની શોધખોળ કરવામાં આવી રહી છે. ટંકારા-રાજકોટ-મોરબી રોડ પર ટંકારાથી એક કિમી દૂર આવેલ હોટલ નજીક અજાણ્યા માણસ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જાગૃત નાગરિકે 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરતા તેઓને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ડોક્ટરે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ પગલે ટંકારા પોલીસના મહિલા ફોજદાર ગોંડલિયાબેન, બિટ જમાદાર સિદીકીભાઈ સહિતના એ તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ ઓળખ મળી ન હતી. તો આ વૃદ્ધના કોઈ વારસ હોય તો ટંકારા પોલીસ સ્ટેશન 02822 287733 ઉપર જાણ કરવા અપીલ કરાઇ છે.