60 હજારથી વધુની રોકડ સાથે છ ઝડપાયા ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે મિતાણા ગામે ધમધમતી જુગાર કલબ ઉપર દરોડો પાડી છ ઇસમોને 60 હજારથી વધુની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. ટંકારા તાલુકાના મિતાણા ગામે ઘનશ્યામસિંહ હેમતસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીને આધારે ટંકારા પીએસઆઇ બી.ડી.પરમાર અને સ્ટાફે દરોડો પાડતાં ઘનશ્યામસિંહ હેમતસિંહ જાડેજા, વિપુલ પુનભાઈ બાંભવા,રઘુભાઈ નાજાભાઇ સરસિયા, સામંત ઉર્ફે બાબો પાલાભાઈ બાળા, જયરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, નાસિર હુસેનભાઈ લધડ સહિતનાઓ 60750 રોકડા સહિત રૂ.73250ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.