વેપારીને બાકી રકમ ૭ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદોમોરબી : મોરબીના સિરામિક એકમ પાસેથી રૂ.૭૫.૪૮ લાખની ટાઇલ્સ ખરીદી બાદમાં પૈસા ન ચૂકવનાર તામિલનાડુના વેપારીને ૭ ટકા વ્યાજ સાથે આ પૈસા ચુકવવાનો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.આ કેસની વિગત એવી છે કે તામીલનાડુ કરાઈકુડીના વેપારી ઉષા મારબલ નામની પેઢી ધરાવતા મહાવીરકુમાર બનમલે મોરબી મુકામે આવી બ્રોન્ઝ ગ્રેનીટો એલ.એલ.પી માંથી રૂા. ૭૫,૪૮,૦૮૩નો માલ ખરીદ કરેલ હતો.આ ઉધાર માલ ખરીદ કર્યા બાદ યેનકેન પ્રકાર ઉધાર માલની રકમ ન ચુકવવી પડે તે માટે ગલ્લા તલ્લા કરતા બ્રોન્ઝ ગ્રેનીટો એલ.એલ.પી ના પાર્ટનર હસમુખભાઈ હાલપરા એ તેમની કંપનીના એડવોક્ટ અલ્પેશ પી. હાલપરા મારફત લીગલ ડીમાન્ડ નોટીસ મોકલાવેલ હતી. તેમ છતાં આ કામના પ્રતિવાદીએ બાકીની રકમ ન ચુકવતા વાંકાનેરના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબ સમક્ષ રકમ વસુલ માટે કોમશીયલ કોર્ટમાં દાવો દાખલ કરેલ હતો. આ દાવામાં ઉષા મારબલ સામે સમન્સ / નોટીસ કાઢવાનો હુકમ કરેલ હતો. આ દાવો વાંકાનેરની કોમશીયલ કોર્ટના પ્રિન્સીપાલ જજ પાસે ચાલતા કંપનીના એડવોકેટ દ્વારા દાવા અંગેની હકીકત સોગંદનામાં આધાર પુરાવા તેમજ તેમની મૌખિક દલીલો રજુઆતો ધ્યાનમાં રાખી નામદાર કોર્ટ દ્વારા તામિલનાડુની ઉષા મારબલને રૂા. ૭૫,૪૮,૦૮૩ની રકમ ૭ ટકા વ્યાજ સહિત દાવો દાખલ કર્યા ત્યારથી વ્યાજ ચુકવવાનો હુકમ કરેલ છે.આ કેસમાં ફરિયાદી બ્રોન્ઝ ગ્રેનીટો એલ.એલ.પી તરફે યુવા વકીલ અલ્પેશ પી.હાલપરા, સુરેશ આર.વાઘાણી, સીરાકમુદ્દીન શેરસીયા, તથા મિલન જે.ઓરીયા રોકાયેલ હતા.