મોરબી એલસીબી ટીમે બંદૂક, કારતુસ, મેગેજીન સહિતના 21,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો ટંકારા : મોરબી એલસીબી ટીમે ટંકારા તાલુકાના સરાયા ગામના બસસ્ટેન્ડ પાસેથી રાજકોટના શખ્સને દેશી બનાવટની બંદૂક, કારતુસ, મેગેજીન સહિત રૂપિયા 21,400ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ટંકારા પોલીસ મથકમાં આર્મ્સ એકટ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામના બસસ્ટેન્ડ નજીક રાજકોટ દેવપરા વિસ્તારમાં નીલકંઠ પાર્કમાં રહેતો ફિરોઝભાઈ હાસમભાઈ મેણું ઉ.42 નામનો ઇસમ હથિયાર સાથે ઉભો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો અને ફિરોઝ મેણુંને દેશી બનાવટની બંદૂક કિંમત રૂપિયા 10 હજાર, રૂ.400ની કિંમતના ચાર જીવતા કારતુસ, રૂ.500ની કિંમતનું મેગજીન, રૂ.500ની કિંમતનું ડોંગલ અને એક એન્ડ્રોઇડ મોબાઈલ કિંમત રૂપિયા 10 હજાર સહિત 21,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. વધુમાં એલસીબી ટીમે સરાયા ગામના બસ સ્ટેન્ડ નજીકથી ફિરોઝ મેણુંને હથિયાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા બાદ ટંકારા પોલીસ મથકમાં આર્મ્સ એકટ અન્વયે ગુન્હો નોંધાવ્યો હતો.