નાગરિકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મામલતદાર કચેરી ખાતે કાર્યક્રમનું આયોજન; મામલતદાર પી. એન. ગોર દ્વારા લોકોને લાભ લેવા અપીલટંકારા: ટંકારા તાલુકાના લોકોની ફરિયાદ અને પડતર પ્રશ્નોના ઝડપી નિકાલ માટે આગામી તારીખ 21/07/2026ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકે મામલતદાર કચેરી ટંકારા ખાતે 'તાલુકા સ્વાગત કાર્યક્રમ' (તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નાયબ કલેકટર અને મામલતદાર દ્વારા રૂબરૂ રજૂ થયેલ પ્રશ્નો સાંભળવામાં આવશે.કાર્યક્રમનો મુખ્ય હેતુમુખ્યમંત્રીના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે લોકોને તેમના તાલુકા કક્ષાના પ્રશ્નો માટે ઉચ્ચ કક્ષાએ જવું ન પડે અને તાલુકા કક્ષાએ જ તેમના પ્રશ્નોનો ઉકેલ આવી જાય. જુલાઈ-2026 ના આ કાર્યક્રમ માટે અરજદારોએ પોતાના પ્રશ્નો તારીખ 01 થી 10 સુધીમાં ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રીને અથવા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીએ પહોંચતા કરવાના હતા. 10 તારીખ પછી મળેલ અરજીઓ આવતા મહિનાના કાર્યક્રમમાં લેવામાં આવશે.અરજી કરવા માટેના નિયમો અને શરતોઅરજી કરતા પહેલા ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને અને તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ.અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર અને મળેલ જવાબની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી.અરજીમાં અરજદારનું પૂરું નામ, સરનામું, ફોન નંબર અને સહી હોવી ફરજિયાત છે.અરજી સ્પષ્ટ હોવી જોઈએ અને આધાર-પુરાવા સાથે હોવી જોઈએ.અલગ-અલગ વિષય માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે.પ્રશ્ન અરજદારનો પોતાનો જ હોવો જોઈએ, બીજાનો પ્રશ્ન ધ્યાને લેવાશે નહિ.કેવા પ્રશ્નો ધ્યાનમાં લેવામાં આવશે નહિ?અરજદારોએ ખાસ નોંધ લેવી કે કોર્ટ મેટર, કૌટુંબિક તકરાર, અંગત રાગદ્વેષ, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી, સરકારી કર્મચારીઓની નોકરીને લગતા પ્રશ્નો, વ્યક્તિગત આક્ષેપો વાળી અરજીઓ, તેમજ અગાઉના કાર્યક્રમમાં રિપીટ થતા પ્રશ્નો પર આ કાર્યક્રમમાં કોઈ કાર્યવાહી થશે નહિ.ટંકારા તાલુકાના લોકોને તેમના પડતર પ્રશ્નોના નિવારણ માટે બહોળી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લેવા ટંકારા મામલતદાર પી.એન.ગોર દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.#Tankara #Morbi #TalukaSwagatKaryakram #TankaraNews #MorbiUpdate #Gujarat