માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકામાં ઉત્તરબુનિયાદી વિદ્યાલય - મેઘપર ખાતે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ યોજવામાં આવ્યો હતો. જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી- મોરબી દ્વારા આયોજીત માળિયા મીયાણા તાલુકા કક્ષા યુવા ઉત્સવ તા.9/9/2021ના રોજ ઉત્તરબુનિયાદી વિદ્યાલય - મેઘપર ખાતે યોજાયો હતો. જેમાં કલા અને સાહિત્ય વિભાગની અલગ- અલગ સ્પર્ધાઓમાં કુલ 21 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ઉત્તરબુનિયાદી વિદ્યાલય- મેઘપરની વિદ્યાર્થિનીઓ નિબંધ સ્પર્ધામાં પ્રથમ- બાહોપિયા મોનિકા, વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ - ડાંગર નિશા તેમજ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાને - લાંઘણોજા આર્મી આવેલ હતા. જેને શાળાનાં આચાર્ય સી.એન.ડાંગરે શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી - મોરબી વતી જિલ્લા પ્રાંત યુવા વિકાસ અધિકારી નિરતીબેન અંતાણીએ કર્યું હતું. જેમા નિર્ણાયક તરીકેની જવાબદારી રૂપેશ પરમાર તથા નરેન્દ્રભાઇ પટેલે નિભાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં શિક્ષક મુસ્તાકભાઈ ભોરિયા તથા અન્ય શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. તેમ ઉત્તરબુનિયાદી વિદ્યાલય - મેઘપરના આચાર્ય સી.એન. ડાંગરની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..