મહિલા અને બાળ વિકાસ વિભાગ I.C.D.S. દ્વારા યોજાયો કાર્યક્રમ વાંકાનેર : મહિલા અને બાળ વિકાસ વિભાગ icds વાંકાનેર ઘટક 1 અને 2 દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વર્ષ 2019 - 20 નાં તાલુકા કક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મહિલા અગ્રણીઓ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. અગ્રણીઓ નાં હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યાં હતાં, જેમાં વાંકાનેર તાલુકામાં કોઠારીયા- c તેમજ લૂણસર - b અને વાંકાનેર નગરપાલિકામાં કુંભારપરા આંગણવાડીને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં તૃપ્તિબેન કામલીયા, મયૂરીબેન ઉપાધ્યાય, ફાલ્ગુનીબા, પોલીસ કોન્સ્ટેબલ હેતલ બેન, ચંદ્રિકાબેન, પિંકીબા, રાજદીપભાઈ પરમાર, પ્રવિણાબેન પંડયા, તેજલબેન ગઢવી તથા બહોળી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતાં, કાર્યક્રમ સફળ બનાવવા icds વિભાગે જહેમત ઉઠાવી હતી.