મહાકુંભમાં 150થી વધુ સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધોવાંકાનેર : યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત તેમજ મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ કચેરી દ્વારા આજે તા. 21 ડિસેમ્બર ને શનિવારના રોજ વાંકાનેરની શ્રીમતી એલ. કે .સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ 2024- 25નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્ય, કલા ગાયન વાદન અને અભિનય જેવા જુદા જુદા ક્ષેત્રમાં નિબંધ, ચિત્ર, વકૃત્વ સ્પર્ધા, રાસ ગરબા, લોકનૃત્ય લગ્ન ગીત, ભજન - તેમજ વાદનની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ કાર્યક્રમની શરૂઆતના ઉદઘાટન સત્રમાં ટ્રસ્ટના પ્રમુખ અમરશીભાઈ મઢવી હતા. કલા મહોત્સવ ના ઇન્ચાર્જ બુધાભાઈ નાકિયા, શાળાના પ્રધાન આચાર્ય દર્શનાબેન જે જાની તેમજ, પટોડી સાહેબ અને નિર્ણાયો ઉપસ્થિત રહ્યા હતા. અને તેમના દ્વારા સ્પર્ધાને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમનું સંચાલન સેજલબા ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કલા મહોત્સવમાં (1) 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21-59 વર્ષ તેમજ 60 વર્ષથી ઉપરના 4 વયજૂથના અંદાજિત 150થી વધુ સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નિર્ણાયક તરીકે વિરેન્દ્રભાઈ પુરોહિત, હરિભાઈ પંડ્યા, હીનાબેન બુદ્ધદેવ, ભાવિકાબેન રાઠોડ તેમજ કોલેજના પ્રોફેસર મયુરભાઈ જાની દ્વારા જવાબદારી નિભાવવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના પ્રમુખ અમરશિહભાઈ મઢવીએ ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ કોલેજમાંથી ઉપસ્થિત મયુરભાઈ જાની દ્વારા વાંકાનેરના વિદ્યાર્થીઓ કલા ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચ્યા છે તો બધા વિદ્યાર્થીઓ કલામાં ખૂબ રસ લઈ આગળ વધે એવું જણાવ્યું હતું. તાલુકાકક્ષાએ કલા મહાકુંભનું આયોજન શ્રીમતી એલ કે સંઘવીના પ્રધાન આચાર્ય દર્શનાબેન તથા સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. નિવૃત્ત શિક્ષક પટોડી સાહેબ અને કચેરીના નાકીયા સાહેબ દ્વારા કલા મહાકુંભ સારી રીતે સંપન્ન થાય એ માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકાનો કલા મહાકુંભ ખૂબ સારી રીતે યોજાયો. અને તેમને તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તથા પ્રથમ નંબરના બધા જ વિજેતાઓ જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી છે.