ટંકારા : યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત મોરબી જિલ્લા યુવા વિકાસ કચેરી દ્વારા ટંકારાની નવયુગ સંકુલ -વિરપર ખાતે તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં એક પાત્રીય અભિનયમાં 6 થી 14 વર્ષમાં બોપલીયા ભવ્ય પ્રથમ અને 15 થી 20માં લોરીયા કુંજાલિ તૃતીય નંબર, વક્તૃત્વ સ્પર્ધામાં વાઘડીયા ક્રિષાબેન પ્રથમ ક્રમાંક, સમુહ ગીતમાં (6 થી 14 ) અને (15 થી 20 ) બન્નેમાં પ્રથમ નંબર, લગ્નગીતમાં કોલેજની વિદ્યાર્થીને બોપલીયા ડેનિશાબેન પ્રથમ નંબર, ચિત્ર સ્પર્ધામાં (6 થી 14માં )પ્રથમ નંબર, લોકગીત/ભજનમાં 15 થી 20માં દ્વિતીય અને તૃતીય નંબર, નિબંધ સ્પર્ધામાં નવયુગ કોલેજની વિદ્યાર્થીની સરડવા ધ્વનિ પ્રથમ નંબર અને ઓગાણજ દિવ્યા તૃતીય નંબર, તબલામા અંબાણી શ્રેય તૃતીય નંબર, રાસમાં 15 થી 20માં બિન હરીફ વિજેતા થાય હતા. સમ્રગ કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ તથા તેમની સમગ્ર ટીમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નવયુગ સંકુલ અને કોલેજના વિદ્યાર્થીઓ કલાના કામણ પાથર્યા જેમની તૈયારી કરાવનાર મુનિરભાઈ વાલેરા તથા ઓલ રાઉન્ડર પૈજા તુષારભાઇએ ભારે જહેમત ઊઠાવી. અને આ કલાની પ્રેરણા પુષ્પ એવા પી.ડી. કાંજીયા બધાને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી છે.