આ સ્પર્ધામાં 60 ભાઈઓ અને 303 બહેનોએ રાસ , ગરબા લોકનૃત્ય, ગાયન, વાદન, નિબંધ, ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધોવાંકાનેર : યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત મોરબી જિલ્લા યુવા વિકાસ કચેરી દ્વારા વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં 60 ભાઈઓ અને 303 બહેનોએ રાસ , ગરબા લોકનૃત્ય તેમજ ગાયન વાદન સ્પર્ધા આ ઉપરાંત નિબંધ ,ચિત્ર, વક્તૃત્વમાં મોટી સંખ્યા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં 6 થી 14 વર્ષ, 15-20 વર્ષ અને 21-59 એવા અલગ-અલગ વય જૂથમાં બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને આ કાર્યક્રમને ઉર્જા સભર બનાવ્યો હતો. આ કાર્યકમના ઉદઘાટનમાં ટ્રસ્ટી અમરશીભાઈએ કલા ક્ષેત્રે વાંકાનેરના વિદ્યાર્થી ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમને નિહાળવા માટે બીઆરસી બાદી સાહેબ અને CRC ઇકબાલ શેરસીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એલ.કે સંધવીના ટ્રસ્ટી કલ્પેન્દુભાઈ મહેતા, વિનુભાઈ રૂપારેલિયાએ પણ કાર્યક્રમની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. સમ્રગ કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસના માર્ગદર્શનથી નાકિયા સાહેબ, દર્શનાબેન જાની અને પટોડી સાહેબની મહેનતથી તેમજ કાર્યકમમાં ઉપસ્થિત બધા જ નિર્ણાયકોની ટીમના સહયોગ દ્વારા સુચારૂ રીતે સંપન્ન થયો. પ્રત્યેક સ્પર્ધામા પ્રથમ નંબરે આવેલ ટીમ અને પ્રતિભાગી હવે પછી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે ભાગ લેવા માટે આગળ જશે. આ કલા મહાકુંભ સ્પર્ધામાં એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની બહેનોનું ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું. 15 થી 20 વય જૂથમાં રાસમાં અને લોકનૃત્યમાં પ્રથમ તેમજ એક પાત્રીય અભિનય અને નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર આવેલ છે. ગરબામાં અને સમૂહ ગીતમાં બીજો આ ઉપરાંત ચિત્ર સ્પર્ધા લોકગીત ભજનમાં ત્રીજો નંબર મેળવેલ છે. એલ. કે. સંઘવીના સમગ્ર સ્ટાફને તાલુકા કક્ષાની સ્પર્ધાના સુચારૂ આયોજન બદલ તેમજ બહેનોને શિક્ષણની સાથે કલાક્ષેત્રે પણ યોગ્ય માર્ગદર્શન આપવા બદલ ટ્રસ્ટી પરિવારે એલ. કે. સંઘવી પરિવારને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.