જયદીપ ગ્રુપ ઓફ કંપની પરિવાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા માળિયા (મિયાણા) : માળીયા તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી આજરોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વવાણીયામાં કરવામાં આવી હતી. જેમાં સ્વ.ઉદયસિંહજી મનુભાબાપુ જાડેજાના સ્મરણાર્થે જયદીપ ગ્રુપ ઓફ કંપની પરીવાર દ્વારા ધોરણ-10 તેમજ ધોરણ-12 ના પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને સ્મૃતિ શિલ્ડ તેમજ વવાણીયા ગામની તમામ શાળાઓના ધોરણ 1 થી 12માં પ્રથમ ક્રમાંક મેળવેલ તમામ વિદ્યાર્થીઓને જયદીપ ગ્રુપ ઓફ કંપની વવાણીયા-મોરબી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદાર માળિયાની અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં પી.આઈ. દરબાર, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તેમજ નાયબ મામલતદારો, ગામના આગવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ઉમંગભેર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.