પી.એમ. પોષણ યોજના અંતર્ગત આયોજિત સ્પર્ધામાં સ્પર્ધકોએ વિવિધ વાનગીઓ બનાવી મોરબી : મોરબીમાં મામલતદાર કચેરી,મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા માધાપરવાડી કન્યા શાળામાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ હતી.જેમાં સ્પર્ધકોએ વિવિધ વાનગીઓ બનાવી હતી.કુકિંગ કોમ્પિટિશનમાં કુલ આઠ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર સ્પર્ધકને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા.તથા ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. મામલતદાર કચેરી,મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ.પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશનમાં કુલ આઠ સ્પર્ધકો કલ્પનાબેન પરમાર,મીનાબેન માકડીયા,નયનાબેન ભટ્ટ,પ્રણવભાઈ ઠાકર,સંગીતાબેન પંડ્યા,કુલસુમ ઠેબા,કુદનબેન કુબાવત,ક્રિષ્નાબેન ઓરિયા વગેરેએ વિવિધ વાનગી જેવી કે ડાળ-ઢોકળી,પુલાવ ભાત,ચણા મસાલા,વઘારેલા ભાત વગેરે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી. કુલ આઠ નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વાનગીઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કુલ 400 માર્કમાંથી પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા.પ્રથમ નંબર મીનાબેન માકડીયાને 5000/- રૂપિયા,દ્વિતીય સંગીતાબેન પંડ્યા નંબરને 3000/- રૂપિયા અને તૃતીય નંબર ક્રિષ્નાબેન વ્યાસને 2000/- રૂપિયાના ચેકથી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.અને ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.સ્પર્ધામાં ઓમદેવસિંહ જાડેજા નાયબ કલેકટર મધ્યાહન ભોજન તેમજ એસ.જે.ઠુમર નાયબ મામલતદાર મધ્યાહ્નન ભોજન મામલતદાર કચેરી ખુશ્બુબેન રૂપાપરા,આરતીબેન હણ, અરતીબેન મકવાણા વગેરે મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ તેમજ મહાદેવભાઈ ઉંટવાડીયા પ્રમુખ મધ્યાહ્નન સંચાલક મંડળ મોરબી જિલ્લો તેમજ હર્ષદભાઈ ઉંટવાડિયા સંચાલક માધાપરવળી કન્યા શાળા વગેરેએ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન,વ્યવસ્થા દિનેશભાઈ વડસોલાએ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..