હળવદ: હળવદ તાલુકામાં આગામી ઉનાળુ સીઝનને ધ્યાને રાખીને ખેડૂતોના હિતમાં મહત્વની માંગણી કરવામાં આવી છે. હળવદ તાલુકા ભાજપ (ગ્રામ્ય) પ્રમુખ ભરતભાઈ એલ. કણઝરીયા દ્વારા ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.શું છે રજૂઆત?રજૂઆતમાં જણાવાયું છે કે ઉનાળા દરમિયાન હળવદ તાલુકામાંથી પસાર થતી ત્રણેય કેનાલો ચાલુ રાખવામાં આવે. અગાઉ ચોમાસું પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતોની છેલ્લી આશા હવે 'ઉનાળુ વાવેતર' પર ટકેલી છે. ત્યારે હાલ ઉનાળુ વાવેતરનો સમય નજીક હોય, ખેડૂતોની લાગણી છે કે સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે. વધુમાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે સંવેદનશીલ સરકાર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો ખેડૂતોની માંગણી સંતોષી શકાય.