મોરબીમાં તિરંગા યાત્રા યોજી તલાટીઓએ જડેશ્વર મહાદેવને પડતર પ્રશ્નો ઉકેલવા માટે પ્રાર્થના પત્ર અર્પણ કર્યું મોરબી : મોરબીમાં ઘણા દિવસોથી હડતાલ ચલાવવા છતાં સરકાર ધ્યાન ન આપતા તલાટીઓ મહાદેવના શરણે પહોંચ્યા છે. જેમાં તલાટીઓ તિરંગા યાત્રા કાઢી જડેશ્વર મહાદેવ મંદિરે પહોંચી પોતાની પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથેનો પત્ર મહાદેવના ચરણોમાં અર્પણ કર્યા હતો. મોરબીમાં પડતર પ્રશ્ને ઘણા દિવસોથી હડતાળ ચલાવવા છતાં તંત્ર ધ્યાન ન આપતા તંત્રનું ધ્યાન ખેંચવા અને પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે તલાટીઓ નવતર અભિગમ અપનાવ્યો હતો. જે મુજબ આજે મોરબીમાં હડતાલ ઉપર રહેલા તલાટીઓએ આઝાદી કા અમૃત મહોત્સવમાં ભાગ લઈને અને પોતાના પ્રશ્નોને સરકાર સુધી ઉજાગર કરવા મોરબીના તલાટીઓએ મોરબીથી જડેશ્વર મહાદેવ મંદિર સુધી તિરંગા યાત્રા યોજી હતી. હડતાળ પર રહેલા તલાટીઓ દ્વારા વંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવને પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકારને સદબુદ્ધિ આપવા પ્રાર્થના પત્ર અર્પણ કર્યું હતું મોરબી જિલ્લાના તલાટીઓ જડેશ્વર મહાદેવને શરણે પહોંચી તેઓની માંગણી જલદી પૂરી થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.