પડતર પ્રશ્ને સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી નીકળી વિરોધ કરતા તલાટીઓ : મોરબી જિલ્લાના 274 તલાટી લડતમાં જોડાયા મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના નેજા હેઠળ તલાટીઓએ કલેક્ટરને આવેદન આપી લડતના મંડાણ કર્યા મોરબી : મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના નેજા હેઠળ તલાટીઓએ આજથી સરકાર સામે પડતર પ્રશ્ને મોરચો મંડયો છે. જેમાં આજે મોરબી જિલ્લા તલાટી મંત્રીઓએ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લડતના મંડાણ કર્યા હતા અને આજે તલાટી મંત્રીઓએ સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી નીકળી વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની તા.૭ સપ્ટેમ્બરના રોજ મળેલ કારોબારી સભામાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી કેડરના સરકારમાં પડતર પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની વારંવારની રજુઆતો છતાં પણ કોઈ સુખદ ઉકેલ ન આવતાં ઉપરોક્ત કારોબારીમાં સર્વાનુમતે નક્કી થયા મુજબ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા તા.7 ના રોજ તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી આગામી સમયમાં કરવાના થતાં વિરોધના તબક્કાવાર કાર્યક્રમ આપવામાં આવેલ છે. દરમિયાન આજે મોરબી જિલ્લા તલાટી મંત્રીઓએ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લડતના મંડાણ કર્યા હતા અને આજે તલાટી મંત્રીઓએ સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી નીકળી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ પડતર પ્રશ્નો બાબતે સરકાર દ્વારા હકારાત્મક નિરાકરકણ લાવવા માંગણી કરી છે. તેમજ આવેદનપત્રમાં જણાવ્યા મુજબના આગામી સમયમાં કરવાના થતાં વિરોધના તબક્કાવાર ફાર્યક્રમોમાં મોરબી જીલ્લા તમામ તલાટી કમ મંત્રીઓ જોડાવવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યના 11000 હજાર તલાટી કમ મંત્રી છે. મોરબી જિલ્લામાં 274 છે હાલમાં સરકારી કામગીરી માટેના તમામ ગ્રુપમાંથી તલાટી મંત્રીઓ નીકળી જઈ વિરોધ નોંધાવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..