તખ્તસિંહજી રોડ, વાવડી રોડ અને શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા અંગે તંત્ર હરકતમાં, મેયરે સમસ્યાના ઉકેલની આપી ખાતરીમોરબી: મોરબી શહેરમાં સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની અને ભૂગર્ભ ગટર ચોકઅપ થવાની સમસ્યાઓ સર્જાઈ છે. તખ્તસિંહજી રોડ ઉપર પણ પાણી ભરાઈ જતા સ્થાનિક વેપારીઓ દ્વારા મોરબી મહાનગરપાલિકા ખાતે મેયર ઉત્તમભાઈ સુરાણી તેમજ તંત્રના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.ભૂગર્ભ ગટર અને પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી હાથ ધરાશેવેપારીઓ દ્વારા તખ્તસિંહજી રોડ,વાવડી રોડ, શાક માર્કેટ વિસ્તાર તેમજ મુખ્ય માર્ગો પર દુકાનો અને રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, ચોકઅપ થયેલી ભૂગર્ભ ગટરની લાઈનો અને નવી વ્યવસ્થા અંતર્ગત ટૂંક સમયમાં પાઈપલાઈન જોઈન્ટ કરવાની અને પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવશે.અધિકારીઓને સ્થળ તપાસ કરી ઉકેલ લાવવા સૂચનાવધુમાં જણાવાયું હતું કે, મહાનગરપાલિકાના HOD અને સંબંધિત શાખા અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમને સ્થળ પર જઈ તાત્કાલિક નિકાલ લાવવા સૂચના આપી દેવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા વોંકડાઓની સફાઈ કામગીરી કરવામાં આવી છે અને જે સ્થળોએ નવી સમસ્યાઓ ઉદ્ભવી છે ત્યાં તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવામાં આવશે જેથી ચોમાસા દરમિયાન વેપારીઓ અને નાગરિકોને મુશ્કેલી ન વેઠવી પડે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #MorbiNews #Monsoon #MorbiCity