પેવર બ્લોક અને સીસી રોડનું કામ કરવાનું હોવાથી શિવાની સિઝનથી નવયુગ સુધીનો રોડ બંધ કરાયો : ટ્રાફિક વ્યવસ્થાપન માટે પોલીસ સ્ટાફ પણ મુકાયોhttps://youtu.be/AfZ2EqwtK-0મોરબી : મોરબીમાં તખ્તસિંહજી રોડનું કામ કરવાનું હોવાથી 20 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં આજે પ્રથમ દિવસે જ મુખ્ય બજારોમાં ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. હજુ 20 દિવસ વાહનચાલકોએ ભારે ટ્રાફિક સહન કરવો પડશે. મોરબીમાં અત્યારે અનેક જગ્યાએ રોડના કામ ચાલી રહ્યા છે. ઉપરથી મોરબીના રોડ- રસ્તા સાકળા હોય વાહનચાલકોને હાલાકી પડી રહી છે. તેવામાં આજે તખ્તસિંહજી રોડ ઉપર પેવર બ્લોક અને સીસી રોડનું કામ કરવાનું હોવાથી શિવાની સિઝનથી નવયુગ સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે. જેથી આજે રામ ચોકથી ગાંધી ચોક, વિજય ટોકીઝ પાસેના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. આ મામલે ટ્રાફિક પીએસઆઈ ઠક્કર દ્વારા જણાવાયુ કે તખ્તસિંહજી રોડ નવો બનાવવા માટે બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકોને અપીલ છે કે તેઓ રામ ચોકથી જુના બસ સ્ટેન્ડ તરફ, વિજય ટિકીઝથી જુના બસ સ્ટેન્ડ તરફ, વિજય ટોકીઝથી નવા ડેલા રોડ થઈ મચ્છી પીઠ તરફના રોડનો ઉપયોગ કરે. હાલ પોલીસ સ્ટાફ પણ અહીં મૂકી દેવામાં આવ્યો છે. જે ટ્રાફિક નિયમન કરી રહ્યો છે.નવા ડેલા રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ વાહન ન રાખવા પોલીસની અપીલનવા ડેલા રોડ ઉપર ગામડેથી વાહનો ખરીદી માટે આવતા હોય, પોલીસ દ્વારા વાહન પોતાની દુકાન પાસે જ રખાવવા પોલીસને અપીલ કરવામાં આવી છે. આ સાથે આ વાહનો નડતરરૂપ ન બને તેની તકેદારી રાખવા પોલીસે વેપારીઓને અપીલ કરી છે.