મોબાઈલમાં ગ્લાસ નાંખવાના બહાને આવેલા બે હિન્દી ભાષી શખ્સોએ 25 હજારની લૂંટ કરી : દુકાન માલિકે પ્રતિકાર કરતા એક રાઉન્ડ ફાયરિંગ મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક આજે સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે મોબાઈલ શોપમાં ગ્લાસ નંખાવા આવેલા બે હિન્દીભાષી શખ્સોએ બંદૂકની અણીએ રૂપિયા 25 હજારની લૂંટ ચલાવી હતી. જો કે દુકાન માલિકે લૂંટારુઓનો પ્રતિકાર કરતા એક રાઉન્ડ ફાયરિંગ પણ લૂંટારુઓ કર્યા હોવાનું બહાર આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. દિન દહાળે થયેલ આ ચકચારી લૂંટની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક તળાવીયા શનાળા જવાના રોડ ઉપર આવેલ મોબાઈલ સિટી પલ્સ નામની મોબાઈલ શોપમાં સાડા ચારેક વાગ્યાના સુમારે બે શખ્સો ઘુસ્યા હતા. મોબાઈલ શોપમાં ઘુસેલા આ શખ્સોએ પ્રથમ મોબાઈલ ગ્લાસ નાખવાનું કહેતા દુકાન માલિકે ગ્લાસ નાખી આપ્યો હતો અને પૈસા માંગતા બે બુકાની ધારી શખ્સો દુકાનમાં ઘુસી આવ્યા હતા અને કાચના દરવાજા બંધ કરી જીતના પૈસા હો ઉતના નિકાલો કહી બંદુક તાકી હતી. વધુમાં બુકાની ધારી લૂંટારુઓએ બંદુક બતાવી નાણાં માંગતા દુકાન માલિક મોંટુભાઈ ચુનિભાઈ કાલરીયાએ ગલ્લામાં પડેલ અંદાજે રૂપિયા 25 હજાર જેવી રકમ લૂંટારુઓને હવાલે કરી દીધી હતી. જો કે આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. દરમિયાન દુકાનમાથી નાણાં લઈને લૂંટારુઓ બહાર નીકળતા જ દુકાનદારે બન્નેને પડકારી પથ્થરનો ઘા કરતા લૂંટારુઓએ વળતા જવાબમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનું પણ દુકાનદાર જણાવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ મોરબી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. વિડિઓ જોવા માટે આ લિંક પર ક્લિક કરો : https://youtu.be/Tnia1Od_-bA