મોરબી : નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં T.Y.B.Scના વિદ્યાર્થીનીઓની ફેરવેલ પાર્ટી યોજાઈ હતી.જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ - અલગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. નવયુગ મહિલા સાયન્સ કોલેજની T.Y.B.Sc.ની બેચ 2021-22ની ફેરવેલ પાર્ટી ' Hasta La Vista-22 ' નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીનીઓએ પર્ફોર્મન્સ કર્યા હતા.વિવિધ ગેમ્સ રમી હતી અને તેમની ત્રણ વર્ષની ક્ષણોને વિડિયોના માધ્યમથી તાદ્દશ કરી હતી.સંસ્થાના પ્રમુખ કાંજીયાભાઈના માર્ગદર્શન અને વિભાગીય વડાઓની હાજરીમાં વિદ્યાર્થીનીઓની વિવિધ કમિટીઓ દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.