મોરબી : મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ હોવા છતાં પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવી રહ્યું નથી. આજે પણ મોરબી શહેરમાં અનેક જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યા લોકો માટે માથાનો દુઃખાવો બની છે. ત્યારે ફરીથી સરદારબાગ પાસે ગટરો ઉભરાવાની સમસ્યા ઉદભવી છે.મોરબી શહેરના સરદારબાગ પાસે ફરીથી ગટરો ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. વારંવાર આ અંગે ફરિયાદો ઉઠી રહી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું કાયમી નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યું. ફરિયાદ થાય ત્યારે ગટર સાફ કરી દેવામાં આવે છે પરંતુ થોડા સમય બાદ ફરીથી ગટરો ઉભરાય છે. ત્યારે સ્થાનિકો મોરબી મહાનગરપાલિકાના કમિશનરને વિનંતી કરી રહ્યા છે કે આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવે અને પ્રજાને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં આવે.