પોલીસ અધિક્ષકની સૂચનાથી ડી.વાય.એસ.પી.સારડા, મામલતદાર, એ.આર.ટી.ઓ. અને નેશનલ હાઈવેની ટીમ દ્વારા બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ અપાઈવાંકાનેર: નેશનલ હાઇવે પર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાના સતત પ્રયાસ રૂપે પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર ડિવિઝનના એક્સિડન્ટ ઝોન વિસ્તારોની એક સંયુક્ત વિઝીટ કરવામાં આવી હતી. આ મુલાકાતમાં વિવિધ વિભાગના અધિકારીઓએ સ્થળ પર જઈને સમીક્ષા કરી હતી.આ સંયુક્ત વિઝીટમાં વાંકાનેર ડિવિઝનના ડી.વાય.એસ.પી. સારડા, વાંકાનેર મામલતદાર, મોરબી એ.આર.ટી.ઓ., નેશનલ હાઇવેની ટીમના ધવલભાઈ, તેમજ વાંકાનેર તાલુકા, વાંકાનેર સીટી અને જિલ્લા ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની ટીમ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અધિકારીઓ દ્વારા નેશનલ હાઈવે પર આવેલા અલગ અલગ અકસ્માત સંભવિત વિસ્તારોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ મુલાકાત દરમિયાન હાઈવે પર અકસ્માતો નિવારવા માટેના અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જગ્યાના નિરીક્ષણ બાદ ડી.વાય.એસ.પી. તેમજ એ.આર.ટી.ઓ. તરફથી જગ્યા મુજબ અને મુદ્દાવાર જરૂરી તમામ સૂચનાઓ નેશનલ હાઈવેની ટીમને આપવામાં આવી હતી. જેથી આગામી સમયમાં ટ્રાફિક નિયમન વધુ સુદ્રઢ બને અને અકસ્માતો પર કાબુ મેળવી શકાય.#MorbiUpdate #Wankaner #NationalHighway #RoadSafety #TrafficPolice #MorbiPolice #WankanerNews #AccidentZone #GujaratPolice #MorbiNews