અરજન્ટ સિવાયની તમામ કોર્ટ કાર્યવાહીથી વકીલો અલિપ્ત રહેશે : કલેકટર તંત્રને આવેદન પણ અપાશેમોરબી અપડેટ : રાજકોટ ખાતે હાઇકોર્ટની બેંચ મંજૂર કરવાની વર્ષો જૂની માગણીને સબળ ટેકો આપવા સૌરાષ્ટ્ર અને કચ્છના બાર એસોસિએશન દ્વારા લડત તેજ કરવામાં આવી છે. આ લડતના ભાગરૂપે મોરબી બાર એસોસિએશન દ્વારા આવતીકાલે તા.29/07/2026 ના રોજ એક દિવસની પ્રતિક હડતાલ પાડવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ ખાતે હાઇકોર્ટ બેંચની માગણીને સમર્થન આપવા મોરબીના તમામ વકીલો આવતીકાલે તા. 29/07/2026 ના રોજ અરજન્ટ કામગીરી સિવાયની તમામ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે. આ ઉપરાંત, બપોરે 12:00 વાગે રાજકોટમાં હાઇકોર્ટ બેંચ ફાળવવાની માગ સાથે કલેક્ટર/ડેપ્યુટી કલેક્ટર/ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે.સૌરાષ્ટ્ર અને કચ્છના પક્ષકારો તેમજ વકીલોને અમદાવાદ સુધી લાંબા ન થવું પડે અને પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ આવે તે માટે રાજકોટ ખાતે હાઇકોર્ટ બેંચની માગણી છેલ્લા 30 થી 40 વર્ષથી ચાલી રહી છે. આ મુદ્દે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુધી રજૂઆતો કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #MorbiBarAssociation #HighCourtBench #RajkotHighCourtBench #MorbiCourt #AdvocatesStrike #Morbi