મોરબી : મોરબીના વણકરવાસમાં પાડોશી પરિવારે દંપતી ઉપર તલવાર વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે દંપતિની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે પરિવારના ચાર સભ્યો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વણકરવાસની શેરી નંબર -1મા રહેતા કિશોરભાઈ દેવશીભાઈ જાદવ ઉ.વ.30એ તેમના પાડોશી પરિવાર સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે અગાઉના ઝઘડાનો ખાર રાખીને શૈલેષભાઇ નાથાભાઈએ તેમના માથાના ભાગે તલવાર વડે ઇજા પહોંચાડી હતી. તેમજ વર્ષાબેન શૈલેષભાઇ, નાથાભાઇ મંગાભાઈ અને ચંપાબેન નાથાભાઇએ તેમને અને તેમની પત્નીને ઢીકા પાટુનો માર માર્યો હતો. આ ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274