મોરબી : મોરબીમાં આજે સર્જાયેલ ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી આવવા રવાના થયા છે. મોરબીના ઝૂલતાપૂલ દુર્ઘટનામાં ડૂબેલા લોકોને બચાવવાનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઝડપથી રાહત અને બચાવ માટે કામ કરવાનો આદેશ આપ્યો છે. આ ઘટનાને પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી આવવા રવાના થયા છે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રીઆરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ પણ મોરબી થોડીવારમાં પહોંચશે.