અમરાપર નાગલપરના યુવાનને મકનસરમાં મહિલા સહિતના ચાર શખ્સોએ ઢીબી નાખતા ફરિયાદ મોરબી : મોરબીના મકનસર ગામે પત્નીને તેડવા ગયેલા અમરાપર નાગલપર ગામના યુવાનને મહિલા સહિત ચાર શખ્સોએ ઢીબી નાખી હીંચકારો હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મોરબીના અમરાપર(નાગલપર) ગામે રહેતા અને માલઢોરનો ધંધો કરતા ડાયાભાઇ જીવણભાઇ કરોતરા, ઉ.વ.૩૩ પોતાના પત્નીને તેડવા ગયા હતા ત્યારે મકનસર રબારીવાસમાં બિજલભાઇ હીરાભાઇ વેરાણા, ભારાભાઇ બિજલભાઇ વેરાણા, દેવસીભાઇ બિજલભાઇ વેરાણા અને વજીબેન બિજલભાઇ વેરાણાએ લોખંડનો પાઇપ તથા કુંડલી વાળી લાકડી તથા લાકડાના ધોકા વતી ફરીયાદીને માથામાં તથા હાથે પગે માર મારી ડાબા હાથે ફેક્ચર કરી સાહેદને મુંઢ માર મારી ગુન્હામાં એકબીજાની મદદગારી કરતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..