વાંકાનેરમાં ભરબજારમાં બનેલો બનાવ : માથાભારે હુમલાખોરો વેપારીના ઘર સુધી પહોંચી ગયા વાંકાનેર : વાંકાનેર શહેરમાં પોતાની દુકાનેથી ઘરે જઈ રહેલા વેપારીને અમારી સામે કેમ જોયું કહી એક ફોર વ્હીલ ચાલક અને તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ વેપારીના ઘર સુધી પહોંચી હીંચકારો હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ચંદ્રપુર ખાતે ગુલસનપાર્ક એ-વન એપાર્ટમેન્ટ બ્લોક નં.બી-૪૦૩માં રહેતા અને જીનપરામાં રાસાયણિક ખાતરની દુકાન ધરાવતા ઇસ્માઈલભાઈ માહમદભાઈ માથકીયા ગત તા.29ના રોજ રાત્રીના પોતાની દુકાનેથી પોતાના ઘરે જતા હતા ત્યારે ગૌશાળા રોડ પર સફેદ કલરની કાર રજીસ્ટ્રેશન નંબર GJ-36-R-7848ના ચાલકે અમારી સામે કેમ જોવે છે કહી બોલાચાલી કરી વેપારીના એપાર્ટમેન્ટ પાસે જઈ ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટના અંગે વેપારી ઇસ્માઈલભાઈ માહમદભાઈ માથકીયાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં કાર નંબરના આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..